બાળક નાનું હોય ત્યાર થી તેને ક્યા કાર્યો આવડવા જોઇએ તેની યાદી :
૧. કપડા ને ઇસ્ત્રી કરતા.
૨. ચા બનાવતા,જમવા ની પ્રાથમિક વસ્તુ જેવી કે રોટલી,ભાત,દાળ,શાક વિગેરે.
૩. (મમ્મી-પપ્પા)કુટુબ વિના રહેવાની ટેવ પાડવી.
૪. અઠવાડિયા મા એક ઉપવાસ.
૫. સામાન્ય કસરત અને તદુરસ્તી વિષે સમજ.
૬. ભગવાન ની પ્રાર્થનાઓ.
૭. ટેલીફોન/મોબાઇલ નો ઉપ્યોગ.
૮. વડીલો સાથે માન,વિવેક અને આદરપૂર્ણ વ્યવહાર.
૯. સારા વિચારો અને સુસંસ્કાર માટે બાળ કેન્દ્ર મા જવુ.
૧૦. સારા અને ઉચ્ચ વિચારો પ્રાપ્ત થાય તેવા વ્યક્તિઓ ના જીવન ચરિત્રો,પુસ્તકો વાચવા.
૧૧. સામાન્ય જ્ઞાન (General Knowledge) થોડુ પણ આવડવુ.
૧૨. મિત્રો બનાવતા આવડવા.
૧૩. સામાન્ય ગોળીઓ જેવી કે તાવ,શરદી,ઊલ્ટી ની જાણકારી.
૧૪. એસ.ટી. બસ ના બોર્ડ જોતા આવડવા.એક્સ્પ્રેસ હોય તો લાલ બોર્ડ અને લોકલ હોય તો કાળો બોર્ડ.
૧૫. ઇંટરનેટ વિશે સામાન્ય સમજ.
૧૬. રેલ્વે સ્ટેશન ની ટિકીટ લેતા.
૧૭. બેંક ની સ્લિપ ભરતા.
૧૮. ઘર નુ કલર કામ કરત્તા અને ફ્યુઝ સાંધતા, પોતાનુ રૂમ, ટેબલ,પુસ્તકો ગોઠવતા.
અહિં લખેલી બધી જ માહિતિ અતિ સામાન્ય છતા પણ જીવનોપ્યોગી છે.
-નંદન પોમલ.
